- જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
- 2 થી 3 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે.
- ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ 2 ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
- દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી ઊંઘ આવે છે.
- રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે.
- સૂતા પહેલા ઠંડા પાણી વડે હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
- ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
- કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે.
- પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દિવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે.
- ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
- કુમળાં વેંગણને શેકી, મધમાં મેળવીને સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
- વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ શરબત પીવાથી સારી ઊંઘ આવે છે.
Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪ (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As" May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014
Comments
Post a Comment