Skip to main content

Posts

Showing posts from June, 2016

About My Idar : ટેકરીઓના પેટાળમાં વસેલુ શહેર ઈડર

ટેકરીઓના પેટાળમાં વસેલુ શહેર ઈડર  અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી,સંસ્થાન ના મધ્યભાગમાં,ચારે તરફ અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે, પુરાણો માં મળી આવતા ઉલ્લેખો મુજબ અહી ઈલ્વન અને વાતાયી નામના બે અસુરો એ ત્રાસ વર્તાવ્યો હતો જેથી અગત્સ્થ ઋષીએ શાપ આપી બંને અસુરોનો નાશ કર્યો હતો. આ સમય દરમ્યાન આ ભૂમિ "ઈલ્વભૂમિ" તરીકે જાણીતી થઈ. .ત્યાર પછી અલગ અલગ રાજા ઓના રાજ્યકાળ દરમ્યાન અહીના ડુંગરો, ટેકરીઓ જે રાજ્યશાસન માટે કિલ્લા સમાન છે તેથી કદાચ આ પ્રદેશ પહેલા ઈલદુર્ગ નામથી જાણીતો બન્યો અને પછી ધીરે ધીરે ઈલદુર્ગ શબ્દ નું ટુંકા સ્વરૂપે આજે ઈડર નામથી જાણીતુ છે. આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો જુની હોવા છતાં પણ તેમની તેમ છે અને ખુબ જ સુંદર લાગે છે. તેમનો ઇતિહાસ ખૂબ જ સુંદર છે.  ઈડરની પુનઃ સ્થાપના પરિહાર રાજપુતોએ કરી હોવાનું કહેવાય છે. જેમણે પિતોડને આધિન રહીને કેટલીક પેઢીઓ સુધી રાજ કર્યુ ૧રમી સદીના અંતે ઈડરના રાજાઓ ભારતના મુસલીમ આકૂમણમાં ભાગ લીધો અને ઈ.સ.૧૯૯૩ મા મરાયા એ પછી ઈડર હાથીયોલ નામાના કોળીઓના હાથમા