Skip to main content

Posts

Showing posts with the label Health

Neem Tree - લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો

Neem Tree -   લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો Neem Tree ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં ૫ નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ ૫ ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. ( ૧ ) લીમડા અથવા કડવો લીમડો ( ૨ ) બકમ લીમડો અને ( ૩ ) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો   ૧૦૦   થી   ૧૨૫   જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું ,   વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છ...

અઠવાડિયામાં વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો, તો અપનાવો આ ,If you are thinking about losing weight in the week, then adopt this

અઠવાડિયામાં વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો , તો અપનાવો આ... If you are thinking about losing weight in the week, then adopt this... ઘણીં વાર એવું થતું હોય છે કે આપણે વજન ઓછું કરવા વિશે વિચારી લેતા હોઈએ છીએ પણ આપણી પાસે એટ્લો સમય નથી હોતો. એવામાં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ઓછા સમયમાં એવું તે શું કરીયે કે જેનાથી વજન પણ ઓછું થઇ જાય અને સાથે જ આપણી ફિટનેસ પણ બરકરાર રહે. સૌથી જરૂરી વાત તેના માટે અમુક ખાસ ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારે પણ તમારું વજન જલ્દી જ ઉતારવું છે અને તમારી પાસે સમયની કમી છે તો સૌથી પહેલા તમારે તમારી લાઈફ સ્ટાઇલ માં બદલાવ કરવાની સાથે પોતાના ડાયેટમાં પણ આ ચીજોને પણ શામિલ કરી લો. 1. સૌથી પહેલા સમયસર ભોજન લો: તમે આ વાત તમારા મગજ માંથી બિલકુલ કાઢી નાખો કે ખોરાક ન લેવાથી વજન ઓંછું થઇ જાય છે પણ એવું પણ બની શકે છે કે તેનાથી પહેલા કરતા પણ વધુ વજન વધી જાય. માટે સમયસર ભોજન લેવું ફાયદામાં રહેશે. 2. જલ્દી ન કરો: એવું ઘણીવાર બનતું હોય છે કે તમે 2 દિવસ એક્સરસાઈઝ કરો અને વિચારવા લાગશો કે તમારું વજન ઓછું કેમ નથી થઇ શકતું. જો તમે એવું વિચારી રહ...

જો સફર દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો, અપનાવો આ અસરદાર ઉપાય… (How to Avoid Vomiting during Travel)

જો સફર દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો , અપનાવો આ   અસરદાર ઉપાય… ( How to Avoid Vomiting during Travel ) યાત્રા કરવી હર કોઈને પસંદ હોય છે પણ ઘણા લોકોને આ સમય દરમિયાન ઉલ્ટી થવાની ફરિયાદ રહેતી હોય છે. એવામાં મોટાભાગે તેઓના સફરની બધી મજા ખરાબ થઇ જાતી હોય છે. સાથે જે લોકો આવા લોકોની સાથે સફર કરતા હોય છે તેઓને પણ પરેશાનીઓ થતી હોય છે. જો તમને પણ યાત્રા દૌરાન આવી જ સમસ્યા થઇ રહી છે તો આજે આ ટીપ્સ અમે તમારા માટે જ લાવ્યા છીએ. આ ઉપાયોને લીધે તમે ઉલટીની સમસ્યાથી બચી શકશો અને સફરની ભરપુર મજા ઉઠાવી શકશો. 1. સફરના સમયે ફ્રુટનું સેવન કરવું ફાયદામાં રહે છે અને ખાસ કરીને સંતરાનું સેવન યાત્રા માટે ખુબ જ સારું માનવામાં આવે છે કેમ કે તેનાથી ઘણા હદ સુધી ઉલ્ટીની સમસ્યા ઓછી થઇ જાય છે. 2. સફર પર ઉલટીની સમસ્યાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે કંઈપણ વધુ તૈલી કે મસાલેદાર ખોરાક ગ્રહણ ન કરો નહિ તો એસીડીટીની સમસ્યા આવી શેક છે , જેને લીધે ચક્કર અને ઉલ્ટી જેવી દીક્કતો આવી શકે છે. માટે યાત્રા પણ જવાના સમયે કઈક હલ્કો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. 3. આવા સમયે ઉલ્ટીથી...

અંબોઈ - પિચોટી ખસી જ્યાં તો ...

અમ્બોઈ ખસી ગઈ પિચોટી-અંબોઈ પિચોટી ખસી જતી નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે. પેચોટી ને દ.ગુજરાત માં અમ્બોઈ કહે છે. દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,  તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી ,  એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી ,  થોડોક અદ્ધર એક બે મિનીટ માટે ,  ઝાલી રખાતો.   આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી ,  એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો ;  અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળા...

ઓળખો શરીરમાં કયા વિટામિનની છે કમી | Know the Signals of You Are Vitamin Deficient

Know the Signals of You Are Vitamin Deficient ઓળખો શરીરમાં કયા વિટામિનની છે કમી ને તેની પૂર્તિ કરી જીવો સ્વસ્થ જીવન! Vitamin Chart મોઢામાં ચીરા કે ચાંદા પડવા આ નિયાસિન (બી 3), રાઈબોફ્લેવિન (બી 2) અને બી 12, આયરન , ઝિંક અને વિટામિન બીની કમીના લક્ષણ છે. શાકાહારી લોકોને મોટાભાગે આ સમસ્યા થતી હોય છે. જેથી આવા વિટામિન્સની કમીને દૂર કરવા માટે દાળ , ઈંડા , માછલી , ટ્યૂના , ક્લેમ , ટામેટા , મગફળી અને ફલીઓનું વધુને વધુ સેવન કરવું જોઈએ. ચહેરા પર લાલ દાણા કે વાળ ખરવા આ સમસ્યા મોટાભાગે બાયોટિન (બી 7) જે હેયર વિટામિનના માનથી પણ ઓળખાય છે જેની કમીને કારણે થાય છે. જ્યારે તમારું શરીર ફેટમાં ઘુલનશીલ વિટામિન (જેમ કે એ , ડી , ઈ , કે ) વગેરે શોષે છે ત્યારે આ પાણીમાં ઘુલનશીલ , વિટામિન બીને નષ્ટ કરે છે. જેનાથી બચવા માટે પકવેલા ઈંડા , સામન ફિશ , એવકાડો , મશરૂમ , કોબીજ , સોયાબીન , નટ્સ , રાસભરી અને કેળાનું સેવન કરવું જોઈએ. ઘાવ કે સફેદ દાણા (ગાલ , જાંઘ અને કૂલ્હા પર) આ સમસ્યા સામાન્ય રીતે ફેટી એસિડ અને વિટામિન એ અને ડીની કમીને કારણે થાય છે. તેના...

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન આપણે બધા જાણીએ છીએ કે વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે અને એ જરૂરી છે, જેમકે જો તમારે વજન ઘટાડવું હોય તો સવાર માં વહેલા ઉઠીને ચાલવા જાઓ ઘણો ફાયદો થશે, આજે અમે તમને જણાવીશું વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના બીજા ઘણા બધા જાણ્યા અજાણ્યા ફાયદા ! (૧) જરૂરિયાત મુજબનું પાણી પીવાથી શરીરનું લસિકાતંત્ર સંતુલિત કરે છે. આ એક સતત ગતિ તમારા હૃદય સુધી પહોંચવા માટે લસિકા મદદ કરે છે. આ લસિકા ગ્રંથીઓ શરીરને ચેપ સામે લડાઈ માં મદદ કરે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. (૨) વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી રક્ત માં રહેલા ઝેરી તત્વો નાશ પામે છે અને ત્વચા ને કુદરતી નિખાર આપે છે. (૩) વહેલી સવારે પાણી પીવાથી ચયાપચયની ક્રિયામાં 25% સુધી વધારો થાય છે અને એના દ્વારા આપો આપ વજન પણ ઘટે છે. (૪) શરીર માં પાણીની જરૂરિયાત ખુબજ હોય છે અગર જો શરીરમાં પાણી ઓછું હોય તો માથાનો દુઃખાવો શરીર ની બળતરા જેવા રોગ થાય છે જે આપણે વહેલી સવારે પાણી પીને આવા રોગ દુર કરી શકીએ છીએ. (૫) વહેલી સવારે પાણી પીવાથી શરીરની ક્ર...

Read Gujarati PDF

Download Gujarati PDF File Click On Image to Download OR save as ... For More Gujrati Health Book Click Hear (Source :- http://jivanshaili.in)