Skip to main content

Posts

Showing posts from June, 2013

Choghadia ચોઘડિયા

 ચોઘડિયા કોઇપણ કાર્યને શુભ મુહૂર્તમાં કે સમય પર આરંભ કરવાથી પરિણામ અપેક્ષિત આવવાની શક્યતા વધારે છે. આ શુભ સમય ચોઘડીયામાં જોઇને મેળવી શકાય છે. અહીં અમે ચોઘડીયા જોવાની સગવડ ઉપલબ્ધ કરી છે. વિશેષ-દિવસ  અને રાત્રિના ચોઘડિયાની શરૂઆત ક્રમશઃ સૂર્યોદય અને સૂર્યાસ્‍તથી થાય છે. દરેક ચોધડિયાનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. સમયપ્રમાણે ચોઘડિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે - શુભ, મધ્યમ અને અશુભ. આમાં અશુભ ચોઘડિયામાં કોઇ પણ નવું કાર્ય કરવાથી બચવું જોઇએ. શુભ ચોઘડિયા શુભ (સ્‍વામી ગુરૂ), અમૃત (સ્‍વામી ચંદ્ર), લાભ (સ્‍વામી બુધ) મધ્યમ ચોઘડિયા ચર (સ્‍વામી શુક્ર) અશુભ ચોઘડિયા ઉદ્વેગ (સ્‍વામી સૂર્ય), કાલ (સ્‍વામી શનિ), રોગ (સ્‍વામી મંગળ)