Skip to main content

Posts

Showing posts with the label Helth

ઓળખો શરીરમાં કયા વિટામિનની છે કમી | Know the Signals of You Are Vitamin Deficient

Know the Signals of You Are Vitamin Deficient ઓળખો શરીરમાં કયા વિટામિનની છે કમી ને તેની પૂર્તિ કરી જીવો સ્વસ્થ જીવન! Vitamin Chart મોઢામાં ચીરા કે ચાંદા પડવા આ નિયાસિન (બી 3), રાઈબોફ્લેવિન (બી 2) અને બી 12, આયરન , ઝિંક અને વિટામિન બીની કમીના લક્ષણ છે. શાકાહારી લોકોને મોટાભાગે આ સમસ્યા થતી હોય છે. જેથી આવા વિટામિન્સની કમીને દૂર કરવા માટે દાળ , ઈંડા , માછલી , ટ્યૂના , ક્લેમ , ટામેટા , મગફળી અને ફલીઓનું વધુને વધુ સેવન કરવું જોઈએ. ચહેરા પર લાલ દાણા કે વાળ ખરવા આ સમસ્યા મોટાભાગે બાયોટિન (બી 7) જે હેયર વિટામિનના માનથી પણ ઓળખાય છે જેની કમીને કારણે થાય છે. જ્યારે તમારું શરીર ફેટમાં ઘુલનશીલ વિટામિન (જેમ કે એ , ડી , ઈ , કે ) વગેરે શોષે છે ત્યારે આ પાણીમાં ઘુલનશીલ , વિટામિન બીને નષ્ટ કરે છે. જેનાથી બચવા માટે પકવેલા ઈંડા , સામન ફિશ , એવકાડો , મશરૂમ , કોબીજ , સોયાબીન , નટ્સ , રાસભરી અને કેળાનું સેવન કરવું જોઈએ. ઘાવ કે સફેદ દાણા (ગાલ , જાંઘ અને કૂલ્હા પર) આ સમસ્યા સામાન્ય રીતે ફેટી એસિડ અને વિટામિન એ અને ડીની કમીને કારણે થાય છે. તેના...

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન આપણે બધા જાણીએ છીએ કે વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે અને એ જરૂરી છે, જેમકે જો તમારે વજન ઘટાડવું હોય તો સવાર માં વહેલા ઉઠીને ચાલવા જાઓ ઘણો ફાયદો થશે, આજે અમે તમને જણાવીશું વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના બીજા ઘણા બધા જાણ્યા અજાણ્યા ફાયદા ! (૧) જરૂરિયાત મુજબનું પાણી પીવાથી શરીરનું લસિકાતંત્ર સંતુલિત કરે છે. આ એક સતત ગતિ તમારા હૃદય સુધી પહોંચવા માટે લસિકા મદદ કરે છે. આ લસિકા ગ્રંથીઓ શરીરને ચેપ સામે લડાઈ માં મદદ કરે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. (૨) વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી રક્ત માં રહેલા ઝેરી તત્વો નાશ પામે છે અને ત્વચા ને કુદરતી નિખાર આપે છે. (૩) વહેલી સવારે પાણી પીવાથી ચયાપચયની ક્રિયામાં 25% સુધી વધારો થાય છે અને એના દ્વારા આપો આપ વજન પણ ઘટે છે. (૪) શરીર માં પાણીની જરૂરિયાત ખુબજ હોય છે અગર જો શરીરમાં પાણી ઓછું હોય તો માથાનો દુઃખાવો શરીર ની બળતરા જેવા રોગ થાય છે જે આપણે વહેલી સવારે પાણી પીને આવા રોગ દુર કરી શકીએ છીએ. (૫) વહેલી સવારે પાણી પીવાથી શરીરની ક્ર...

હંમેશા સ્વસ્થ રહેવા માટે તમે આ એક કામ કરી શકો?

હંમેશા સ્વસ્થ રહેવા માટે તમે આ એક કામ કરી શકો? શું તમે જાણો છો આપણા જીવનમાં પહેલુ સુખ શું છે ? શાસ્ત્રો અને વિદ્વાનો અનુસાર પહેલુ સુખ નિરોગી કાયાને બદાવવામાં આવી છે. નિરોગી કાયાનો અર્થ છે સ્વસ્થ શરીર. જો કોઈ વ્યક્તિનું શરીર સ્વસ્થ નથી રહેતું તે દુનિયાનું કોઈપણ સુખ ભોગવી શકતો નથી. આપણા સમસ્ત સુખોનો આનંદ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે આપણુ શરીર સ્વસ્થ હોય. શાસ્ત્રો પ્રમાણે શરીરને બીમારીઓથી દૂર રાખવા માટે અનેક ઉપાય બતાવ્યા છે , આ ઉપાયોમાંથી એક છે વ્રત-ઉપવાસ. મોટાભાગની બીમારીઓ ખાન-પાનની વસ્તુઓ અને પેટ સાથે સંબંધિત હોય છે , આથી આ વાતોનું વિશેષ ધ્યાન આપવામાં જરૂર હોય છો. જો આપણું પાચન તંત્ર વ્યવસ્થિત અને સ્વસ્થ રહેશે તો ઘણી હદ સુધી આપણે બીમારીઓ ઉપર રોક લગાવી શકીશું. પાંચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે આપણે એક મહિનામાં ઓછામાં ઓછા બે વાર ખાધા વગર રહેવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખીને પ્રાચીન કાળથી જ વ્રત-ઉપવાસ રાખવાની પરંપરા બનાવવામાં આવી જેથી વ્યક્તિ વ્રત-ઉપવાસના નામ ઉપર શરીરના પાંચનતંત્રને આરામ આપી શકે. વ્રત-ઉપાવાસનું ધાર્મિક મહત્વ પણ છે. વ્રતનો અર્થ છે સંકલ્પ કે દ્રઢ નિ...

પથરી

પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે. જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે. કાંદાના 20 ગ્રામ રસમાં 50 ગ્રામ ખાંડેલી મિસરી ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને મૂત્ર દ્વારા નીકળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઇ પેશાબ વાતે નીકળી જાય છે. બડી દૂધ ( દૂધેલી )નાં પાન પાંચ તોલા તથા મેંદીના પાન પાંચ તોલા લઇ બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો ને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થયા પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો. પેશાબ લાલ આવે તો ગભરાવું નહીં. ત્રીજા દિવસે પથરી બારીક પાઉડર થઇ પેશાબ વાટે બહાર આવશે. ગોખરુંનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટે છે. કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટે છે. મેદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથ...

ડાયાબિટીસ (મધુપ્રમેહ)

રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખુબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે. આમળાનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસ મટે છે. હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગા કરી રોજ સવાર સાંજ લેવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે. ૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રના પાન ૩૦ ને વાટી ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજાવી, સવારે ખુબ મસળી, કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું, આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવુપીવું નહિ, ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ડાયાબિટીસ ચોક્કસ મટે છે. આમલી ના ચિચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે. લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબિટીસ મટે છે. હરડે, બહેડા, કડવા લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઇ બારીક ચૂર્ણ કરી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. કુમળા કરેલાના નાના કટકા કરી છાયડા માં સુકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. સારા, પાકાં જાંબુને સુકવી, બારીક ખાંડી, ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લ...

pdf ફાઈલના પાસવર્ડને બ્રેક કરવાની ટીપ્સ

શું તમે એવું કોઈ ફરી સોફ્ટવેર શોધો છો જેનાથી પાસવર્ડ વળી pdf ફાઈલને પાસવર્ડ વગરજ ઓપન કરી શકાય? આ સવાલ ઘણાને સતાવતો હોય છે. ઘણા લોકો પાસે એવી અગત્યની pdf ફાઈલ હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે. અને આ જ કારણે તેઓ તેમને ઓપન કરી શકતા નથી. તો ઘણાના કોમ્પ્યુટરમાં એવી ઘણી ફાઈલો હશે જેનો પાસવર્ડ યાદ રાખવાનો કે ટાઇપ કરવાનો કંટાળો આવતો હશે. તો કોઈની જોડે એવી ફાઈલ આવી હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય અથવા પાસવર્ડ ભૂલી ગયો હોય. સવાલ એ છે કે આવી pdf ફાઈલને પાસવર્ડ વગર ઓપન કરી શકાય? જવાબ છે હા, BeCyPDFMetaEdit   નામનો સોફ્ટવેર pdf ફાઈલને બીજા કોઈ ચેન્જ કર્યા વગરજ પાસવર્ડ વગર ખોલી આપે છે.ખબર નહિ આના બનાવનારે તેને આવું નામ કેમ રાખ્યું છે? નીચેના સ્ટેપ્સ અનુસરો: ૧. એ સોફ્ટવેર પર ડબલ ક્લિક કરી ઓપન કરો, તે pdf ફાઈલનું લોકેશન પૂછશે. ૨. તમે pdf ફાઈલનું લોકેશન આપો એ પહેલા “Complete Rewrite” મોડ સિલેક્ટ કરો. ૩. Security ટેબ પર ક્લિક કરો અને “Security System” માં “No encryption” સેટ કરો. ૪. save બટન ક્લિક કરો અને હવે તમારી pdf ફાઈલને ઓપન કરવા માટે કોઈ પાસવર્ડની જરૂર નહિ પડે.

એસિડિટી

Amrish Patel દ્રાક્ષ અને બાળ હરડે સરખે ભાગે લઇ, એટલી જ સાકર મેળવી, તેની રૂપિયા ભાર જેવડી ગોળીઓ બનાવી અને તે લેવાથી એસિડિટી મટે છે. સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. તુલસીના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે. આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક-એક ચમચી લેવાથી એસિડિટી મટે છે. લીમડાના પાન અને આમળાનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે. ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે. ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે. સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. અનાનસના ટુકડા પર સાકર અને મારી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દુધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ૪-૫ નંગ કળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે. એક થી બે ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરું ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણ માં મેળવી લેવાથી એસિડિટી મટે છે. આમળાનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અડધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી ...

ખીલના ઘરેલું ઉપચાર

તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કળા ડાઘ માટે છે. રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું, સવારના સાબુથી મો ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે. નાળીયેરનું દૂધ કાળીજીરી સાથે મેળવી - લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. જાંબુના થાલીયાનો રસ પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. નારંગીની છાલ મો પર ઘસવાથી ખીલ મટે છે. પાકા તમેતાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે. ગરમ પાણીની તપેલી માં રૂમાલનો ટુકડો ભીંજવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મુકવાથી ખીલ મટે છે. મૂળના પાનનો રસ મો પર ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે. દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ પર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ મટે જડમૂળ થી માટી જશે. ખુબ પાકી ગયેલા પપૈયા...

અનિદ્રા - ઊંઘ ન આવવી

જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે. 2 થી 3 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે. ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ 2 ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે. દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી ઊંઘ આવે છે. રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે. સૂતા પહેલા ઠંડા પાણી વડે હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે. ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે. કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે. પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દિવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે. ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે. કુમળાં વેંગણને શેકી, મધમાં મેળવીને સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે. વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ શરબત પીવાથી સારી ઊંઘ આવે છે.

તાવ આવે તો શું કરવાનું ?

જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે. તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયા તાવ મટે છે. તુલસીનો રસ - 10 ગ્રામ, આદુનો રસ - 5 ગ્રામ, મેળવીને પીવાથી મલેરિયા તાવ મટે છે. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે. અને પરસેવો વળી તાવ ઉતરે છે. મલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી, થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે. એલચી નંગ - 3, તથા મરી નંગ - 4 રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. તુલસીનો રસ - 10 ગ્રામ, મરીનુ ચૂર્ણ - 5 ગ્રામ લઇ તેનું મિશ્રણ કરી અર્ધી ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે. વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પ...