Skip to main content

Posts

Showing posts from 2019

Dalwada Gujarati recipe | Dalwada Gujarati recipe | દાળવડા

આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે દાળવડા શિયાળો હોય કે ચોમાસુ , ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે. સારા મૂડમાં રોડ સાઈડ નાસ્તો કરવાનું મન થાય તો ગુજરાતીઓના મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. ઘરે પણ આદુવાળી ચા કે લીલી ચટણી સાથે દાળવડા ખાવાની મજા પડી જાય. ઘરે પણ તમે સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવા માંગતા હોવ તો આ રહી રેસિપી. ü   3 વ્યક્તિ માટે દાળવડા બનાવવા માટે તમારે અંદાજે નીચે મુજબની સામગ્રી જોઈશે ü   1 કપ મગની દાળ (તમે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ પણ લઈ શકો) . ü   1 કે 2 લીલા મરચા . ü   અડધા ઈંચ જેટલુ આદુ ઝીણુ સમારેલુ . ü   ચપટી હીંગ . ü   1 મોટી ચમચી મરી . ü   1 મોટી ચમચી ધાણા . ü   જરૂર પ્રમાણે પાણી . ü   સ્વાદાનુસાર નમક . ü   તળવા માટે તેલ . કેટલો સમય પલાળવી દાળ ? મગની દાળના વડા બનાવવા હોય તો ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક દાળ પલાળવી. પણ અડદની દાળને વધુ સમય લાગે છે. આથી અડદની દાળ હોય તો પાંચથી છ કલાક કે આખી રાત દાળ પલાળી રાખવી. ખીરુ બનાવવાની રીતઃ દાળ પલળી જાય પછી ગ્રાઈન્ડરમાં નાંખીને દાળન

Neem Tree - લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો

Neem Tree -   લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો Neem Tree ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં ૫ નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ ૫ ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. ( ૧ ) લીમડા અથવા કડવો લીમડો ( ૨ ) બકમ લીમડો અને ( ૩ ) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો   ૧૦૦   થી   ૧૨૫   જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું ,   વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છે. ચૈત્ર માસમાં લીમડાના સેવન