Skip to main content

શ્રી સત્યનારાયણ કથા | Styanarayn ni katha

Styanarayn Dev


સજ્જનો! 
એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પુછ્યું કે હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વ જન્મનાં કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં જોયાં. “એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં આ દુ:ખો દૂર થઈ શકે” એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોનાં દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, ‘હું આપને વંદન કરું છું.’ શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ. નારદ બોલ્યા, હે ભગવાન! પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારનાં દુ:ખોથી પીડાય છે. એ દુ:ખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતિ કરું છું. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ! લોકકલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પુછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહા પૂણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિવિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનનાં આ વાક્યો સાંભળી નારદ બોલ્યા, ‘આ વ્રતનું ફળ શું? એની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું? તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તરથી કહો.’ આ પવિત્ર વ્રત દુ:ખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટ મિત્રો અને સગાં વહાલાં સહિત ભેગાં મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતપૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાંને વહેંચવો અને પોતે પણ લેવો. આ પછીશ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધાં લોકો પોત પોતના ઘરે જાય, અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. 
બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનનો જય.

આ રીતે સત્યનારાયણ ભગવાનનાં વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદી ઋષિઓને કહ્યુ. આ વ્રત સૌપ્રથમ જેણે કર્યુ તેની કથા કહુ છું.
હે ઋષીઓ! અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એકગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજભીક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો.
એક દિવસજેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનોવેષ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદર પુર્વક કહ્યું.
“હે પ્રિય! તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગોછો?”
વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી તે શતાનાંદ બ્રાહ્મણે કહ્યું. “હું બહુ જ ગરીબ છુ, આથી ભિક્ષા માટે ભટકું છું. જો આકષ્ટમાથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીનેમને અવશ્ય કહો.”
વૃદ્ધ બ્રાહ્મણ વેષધારી ભગવાન બોલ્યા:
“હે બ્રાહ્મણ! ઈચ્છીત ફળ આપનાર અને બધી જ મનોકામનાપુર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનુ જ પૂજનઅને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનનાબંધનમાથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનુ સુખ મેળવે છે.”
તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધી બતાવી બ્રાહ્મણનો વેષ ધારણકરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ ધ્યાન થઈ ગયા.
આ બ્રાહ્મણે જે વ્રત કહ્યુ તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો, આથીરાત્રેે બરાબર ઊંઘ પણ ન આવી. બીજે દીવસે વ્રત અનેપૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવાગયો. તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યુ. તે ધન વડેશતાનંદે ભાઈબંધુઓ સહીત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ.
આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુ:ખોથી મક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠબની ગયો.
ત્યારથી તે દર મહીને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો.એ રીતે બધા દુ:ખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો.
શ્રી સુતજી બોલ્યા:
“ હે ઋષીમુનીઓ! શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યુ હતુ તે બધું જ મેં તમને કહયુ છે. બીજુ વધારે તમારે શું સાંભળવું છે?”
શૌનકાદી ઋષીઓએ કહ્યુ:
“હે મુનીશ્રેષ્ઠ! અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાનીઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એવ્રત કર્યુ તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને અમનેકહો.”
શ્રી સુતજી બોલ્યા:
“ હે ઋષીઓ! એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠીયારો એના ઘરપાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીબ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠીયારાએ પુછ્યું:
“હે બ્રાહ્મણ ! આપ આ શું કરી રહયા છો અને એ કરવાથી શું ફળ મળે એ વિસ્તાર પુર્વક મને કહેવાની કૃપા કરો.”
કઠીયારાની વાણી સાાંભળી બ્રાહ્મણે કહ્યુ :
“બધાં ઈચ્છીત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણભગવાનનુ વ્રત છે. એની કૃપાથી જ મને ધનધાન્યાદી સર્વ પ્રાપ્ત થયું છે.”
તેની પાસેથી આ વ્રતનુ મહાત્મ્ય જાણી કઠીયારો ઘણો જ ખુશી થયો, અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાંનો ભારો માથે મૂકી“હું પણ આ વ્રત કરીશ" એમ વિચારી નગરમાં એના સદ્ ભાગ્યે જ્યા ધનીક લોકો રહેતા હતા ત્યા પહોચી ગયો. તે દીવસેતે કઠીયારાને એનાં લાકડાંનો રોજ કરતા બમણો ભાવ મળ્યો.
આપછી ખુશ થઈ સારા પાકાં કેળાં, દૂધ, ઘી, ઘઉનો લોટ વગેરે લઈઘરે આવ્યો. આ પછી પોતાના સગાં વહાલાંને બોલાવી વિધિપુર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ આ વ્રતના પ્રભાવથી ધનઅને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય ||
✨ અધ્યાય: - (૩)
શ્રી સુતજી બોલ્યા:
“હે મુનીશ્રેષ્ઠ! હવે એની આગળની કથા ધ્યાન પુર્વકસાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એકઘણો મોટો, ઈન્દ્રિયજીત અને બુદ્ધીમાન રાજા હતો તે નિયમિત દેવમંદીરમા ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાનઆપતો.
આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળસમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહીત ભદ્રાનદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યુ. તે જસમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઇ ત્યાં આવી પહોચ્યો.
પોતાના વહાણને માલ સહીત કિનારા પર રાખી રાજા નજીક આવ્યોઅને વિનયપુર્વક પૂછ્યું:
“હે રાજા! ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહયા છો? એકરવાથી શું ફળ મળે? એ બધુ આપ મને વિગતવાર કહેવાની કૃપાકરો.”
રાજાએ કહ્યું,
“હે શઠે! અમે પુત્રાદીની ઇચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરીએ છીએ.”
રાજાની આવી વાણી સાંભળી આદરપુર્વક શેઠે કહ્યું: “હે રાજન ! આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપાકરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ.”
આ રીતે રાજાનાં વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપુર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધુ જ કહ્યું.
સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારેઆપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ.”
એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનનીકૃપાથી તે ગર્ભવતી થઈ.
દસમા મહીને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામકલાવતી રાખવામાાં આવ્યું. આ પછી એક દીવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું:
“ આપે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પુરો કરતા નથી?”
શેઠે કહ્યું: “અત્યારે વેપારમા તેજીને લીધે અવકાશ નથી, પુત્રીનાલગ્ન સમયે કરીશું”
આ રીતે પોતાની પત્નીને દીલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાંચાલ્યો ગયો. સમય વિતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહનેયોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઇ-ભાંડુઓની સલાહલઇ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુરતિયોશોધી લાવે.
શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાનાવિચારથી કાંચન નામની નગરીમાં પહોચ્યો.
એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને જોઇ વિવાહનીવાત પાકી કરી આવ્યો.
શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ આ સમયે પણ શ્રીસત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રીસત્યનારાયણ ભગવાન નારાજ થયા.
કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમા પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઇ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્ય નારાયણ ભગવાને શાપઆપ્યો કે તને મહાન, દારુણ અને કઠીન દુ:ખ પ્રાપ્ત થાઓ.
એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઇ આ વેપારીઓ જ્યાંહતા ત્યાં આવ્યો. રાજાના સીપાઇઓ એ પીછો પકડ્યો જોઇ ભયનેલીધે તેણે ધન ત્યાં નાંખી દીધુ અને ભાગી ગયો.
જ્યાં આ સજ્જન વણીકો હતા ત્યાં રાજાના સીપાઇઓ આવ્યા, અનેરાજાનુ ધન ત્યાં જોયું આથી એ બંનેને દોરડાંથી બાંધી રાજા પાસે
લઇ આવ્યા અને કહ્યું:“હે પ્રભું! આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષહાજર છે.”
સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબુત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા.તેમનું જે ધન હતું તે પણ લઇ લીધું.
શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્નીઅને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઇ. ઘરમાં જે કાંઇ ધન-સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા.
ભૂખ તરસથી દુ:ખી થઈ તેઓ મજુરી કરવા લાગી અને ભીક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘરભટકવા લાગી. એક દીવસ ભૂખ-તરસથી વ્યાકુળ કલાવતી એકબ્રાહ્મણના ઘરે ગઇ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત-પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, પ્રસાદ લઇમોડી રાતે કલાવતી ઘરે ગઇ.
માતાએ કલાવતીને પ્રેમથી પુછ્યું: 
“હે પુત્રી! આટલી રાત વીતવા સુધી ક્યાં હતી? 
મનમાન્યું કેમ કરે છે?”
કલાવતીએ શાંત સ્વરે કહ્યુ: “મા, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત-પૂજન જોયુ, જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારુ છે.”
કલાવતીનાં વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણભગવાનના વ્રતનું સ્મરણ થઇ આવ્યુ તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યુ. લીલાવતીએભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતિ કરી:
“હે પ્રભુ! મારા પતિ અને જમાઇને જલદી ઘરે મોકલો.તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો.”
વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રેસ્વપ્નમાં કહ્યું:“હે રાજન ! પેલા બન્ને બંદીવાન વણીકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઇ ધન તેમનુ લઇ લીધું છે તે પરત જ પાછુ આપી દો. જો તું નહી ચેતીશ તો ધનપુત્ર સહીત તારા રાજ્યનો નાશ કરીશ.”
આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા. સવાર થતા જ રાજા ચદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પુરેલા પેલા બંને વણીક મહાજનનેપોતાની સમક્ષ લાવવામાં આવે.
રાજાનાં આ વચનો સાાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરીરાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું: ‘બંને વણીક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે.’
બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કારકર્યા.અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવહ્વળ બની મૌન રહ્યા, ત્યારે રાજાએ કહ્યું "તમને આ દારુણ દુ:ખ દૈવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું પણ હવેતમારે કોઈ ભય રાખવાનું કારણ નથી.” હજામત તથા સ્નાનાદી કરાવી, વસ્ત્રાલંકાર આપી, એમની પાસેથી લઈ લીધેલા ધનથીબેવડુ ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યુ: “હવે ખુશીથીતમે તમારા ઘરે જાઓ.”
રાજાને પ્રણામ કરી ‘આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું’ કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનનો જય.
✨ અધ્યાય :- (૪)
શ્રી સુતજી બોલ્યા: “યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિવાચનકરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યુ. આવેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેષમાં તેમની પાસે આવ્યાઅને બોલ્યા:“હે શેઠ! તમારી આ હોડીમાં શું ભર્યુ છે?”
ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું: “હે સાધુ! તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારીહોડીમાં તો વેલા-પાંદડાં જ ભરેલા છે.”
શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણીસાંભળી કહયુ: “સારુ ભાઇ, તમારી વાત સાચી પડો.”
એમ કહી સાધુ વેષધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળજઇ એક જગ્યાએ દરીયાની નજીક બેસી ગયા.
દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડીપર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઇ ગુચવણમાંપડી ગયો.
તેણે હોડીમાં વેલા-પાંદડાં જોયાં અને મૂર્છિત થઇ જમીન પર ઢળીપડ્યો. શેઠની એ દશા જોઈ એના જમાઇએ કહ્યું:
“ હે પિતા ! આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શામાટે થઇ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધેથઇ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ. એ સર્વ શક્તિમાન છે અને કાંઇ પણ કરી શકે છે.”
જમાઈનાં આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઇપગે પડી આદર સહીત વિનંતિ કરવા લાગ્યા:
“હે ભગવાન! હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારોઅપરાધ ક્ષમા કરો.” આમ વારંવાર કહી ખુબ શોક કરવા લાગ્યો.
વેપારીઓને રડતા જોઇ સાધુ વેષધારી ભગવાને કહ્યું:
“ હે શેઠ! વિલાપ ન કર. મારી વાત સાંભળ. માનતા રાખી હોવાછતા તે મારી પૂજા કરી નહી. મિથ્યા વચનો બોલ્યો. આથી જ હેદુર્બુદ્ધિ ! તને વારંવાર દુ:ખ સહન કરવાં પડ્યાં.”
શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો:
“હે પ્રભુ! સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે, અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારીમાયાથી મોહીત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારુ જેધન હતુ તે મને પાછુ આપો. હું મારા વૈભવ અનુસાર આપનુ પૂજન
કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાનપ્રસન્ન થયા.
ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીનેપોતાની હોડીને ધન-ધાન્યથી પૂર્ણ જોઇ.
‘સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ’ એમ કહી શ્રીસત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણકર્યુ.
નગર દેખાતાં જ શેઠે પોતાના જમાઈને કહ્યું, ‘જુઓ મારું રત્નપુરી.’ અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવારવાના કર્યો. દૂતે નગરમાં પહોચી શેઠની પત્નીને જોતા હાથ જોડીશુભ સમાચાર આપતા કહ્યું.
શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીકઆવી પહોચ્યા છે.
દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઇ, અને ભગવાનસત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યુ કે હું જઇને એ લોકોનું સ્વાગત કરૂ છુ અને તું પણ (પૂજા પૂરી કરીને) જલ્દી આવ.
કલાવતીએ માઁ નાં વચનો સાંભળી (પ્રસન્ન થઇ) પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઇ.
પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીનાપતિને એની હોડી સહીત અદ્રશ્ય કરી દીધો.
કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઇજમીન પર ઢળી પડી.
કન્યા કલાવતી ને બહુ જ દુ:ખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યુ ‘આ તે કેવું આશ્ચર્ય ?’ હોડી ચલાવનાર નાવિકો પણસહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈલીલાવતી પણ ખુબ ગભરાઈ ગઈ અને અતિ દુ:ખથી વિલાપ કરવા લાગી.
‘જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણજાણે કયા દેવની અવગણના થઈ? હું કશુ જાણી શકતી નથી.સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તીમાન છે?’ આમ કહીલીલાવતી પોતાના સ્વજનો સાથે વીલાપ કરવા લાગી.
પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુ:ખી થયેલી કલાવતીને પછીલીલાવતીએ ખોળામાં બેસાડી ખબુ રુદન કર્યુ કલાવતીએ પાદુકાલઈ પતિની પાછળ સતિ થવાનો મનસૂબો કર્યો.
કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત તે ધર્મવિદ્ સજ્જનવણીક પોતાની પત્ની સહીત વિચારવા લાગ્યો.
“આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની? ભગવાન સત્યદેવનીમાયાથી અમે ભ્રમણામાં પડ્યાં છીએ.” એમ માની શેઠે પોતાનાંસગાં વહાલાંને બોલાવી સંકલ્પ કર્યો, ‘આ ઘોર સંકટ દૂર થતા જ હુંભગવાન સત્યનારાયણની પૂજા કરીશ.’ અને નમીને શ્રી સત્યદેવનેવારંવાર દંડવત્ પ્રણામ કરવા લાગ્યો.
આથી દીન જનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપાકરી આકાશવાણીથી કહ્યું, ‘પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાનાપતિને જોવા દોડી આવી આથી જ ખરેખર એનો પતિ એ જોઇશકતી નથી.” જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી.
કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાાંભળી કે તરત જ ઘરે જઇપ્રસાદ લીધો, અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી. પોતાના પતિને સામે જોઇ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, “ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો?’
કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઇ ભાઇ-ભાંડુઓ સાથેપોતાના ઘરે આવ્યો. અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજનકર્યુ. આ પછી પણ દર મહીનાની પુર્ણીમા તથા સંક્રાંતિના દિવસેનિયમ પુર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવાલાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠે આ લોકનાં સઘળાં સુખ ભોગવીઅંતે વૈકુંઠધામમાં પહોચ્યો.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય ||
✨ અધ્યાય:- (૫)
શ્રી સુતજીએ કહ્યું. “આ પછીનું ચરિત્ર પણ ધ્યાન પુર્વક સાંભળો.પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રીસત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુ:ખ મેળવ્યું.
એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુપંખી મારી પાછા ફરતા એકવડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઇ-ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા.
રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો, કે ન તો તેણે ભગવાનનેહાથ જોડ્યા.
પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો, ધનસંપતિવગેરે જે કંઇ હતું તે બધું નાશ પામ્યું.
(આ રીતે ભયંકર દુ:ખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આદુઃખો પડવાનું કારણ વિચાર્યુ અને નિર્ણય કર્યો )
“શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે.આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરીરહ્યા હતા ત્યાં જાઉ.”
આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તી અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણભગવાનનું પૂજન કર્યુ પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથીફરીથી ધન-ધાન્ય, પુત્ર-પૌત્રાદીથી સંપન્ન થઇ ગયો, અને આલોકનાં બધાં સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો.
પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરેછે.
દરીદ્ર હોય તે ધનવાન બને છે, કોઇ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. ભયભિત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરેછે.
હે મહર્ષિ! હે બ્રાહ્મણો! 
આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનુ વર્ણન કર્યુ છે. આ ઘોર કળીયગુ માં શ્રી સત્યનારાયણ ભગવાનનીપૂજા જ બધાાં દુ:ખોનુ નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ! જે આકથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધાં પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે.
હે મુનિશ્વરો! જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મનીકથા સાંભળો : ~ ~
કાશી નગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું.
લાકડાં વેચનાર પેલો કઠીયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાનરામચંદ્રનાં ચરણો ધોયાં અને તેમની સેવા કરી જન્મ-મરણનાંબંધનોથી મુક્ત થઇ ગયો.
ઉલ્કામખુ રાજા બીજા જન્મમાં રાજાદશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું.
પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજતુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત્ સંબંધીકથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય.|
૦૦૦> થાળ<૦૦૦
પ્રભુ પ્રેમે ધરાવ્યો મેં થાળ જમવા આવોને
મારા આાંગણીયે બોલાવે બાળ જમવા આવોને
પ્રભુ પ્રમે થી જમાડું હું તાંદળની ભાજી,
ભાજીના સ્વાદ જોઈ પ્રભજી રાજી,
મારા હાથે જમાડુ હુ થાળ જમવા આવોને...
વાલ વટાણા સુંદર તળીયા,
કારેલાના ઘૂઘરા જ ભરીયા
મારા હાથે જમાડુ હું થાળ જમવા આવોને...
ઘારી જલબી ઘેબર ઘીના,
કંચન થાળ તો ભરીયા બરફીના
મારા હાથે જમાડુ હું થાળ જમવા આવોને...
દાળ ભાત શાક અને પાપડ તળાવું
ખાટા તે દહીંનો મઠો બનાવું
મારા હાથે જમાડું હું થાળ જમવા આવોને... 
લવંગ સોપારી ને એલચી લાવું
ઉપરથી પાનનું બીડું બનાવું,
મારા હાથે જમાડું હું થાળ જમવા આવોને...

Comments

Popular Posts

Calendar 2014 Gujarati (ગુજરાતી કેલેન્ડર-૨૦૧૪ )

Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪  (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As"  May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014       

Jan Gan Man | જન ગણ મન અધિનાયક જય હે

H A P P Y I N D E P E N D E N C E D A Y જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી , 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું જન ગણ મન અધિનાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા  પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્‍કલ બંગ , વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા ઉચ્‍છલ જલધિ તરંગ , તવ શુભ નામે જાગે , તવ શુભ આશીષ માંગે , ગાહે તવ જયગાથા જન ગણ મંગલદાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા , જય હે... જય હે... જય હે... જય જય જય જય હે! અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…     અનુક્રમણિકા અ અડદિયા આ આદુપાક આલૂ સેવ ઈ ઈદડા ઈન્સ્ટન્ટ રબડી ઉ ઉપમા એ એગલેસ ચોકલેટ સ્પન્જ કેક ઓ ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્ ક કચોરી કાજુ કતરી કાશ્મીરી પુલાવ કેબૅજ પનીર કોન કોફતા કરી કોબી પાલકના મુઠીયા ખ ખાંડવી (પાટવડી) ગ ગાજરનો હલવો ગ્રીન ફ્રુટ મઠો ઘ ઘૂઘરા ચ ચકરી ચટણી - સેવ - દહીંપુરી ચટપટા પરાઠા ચટપટી ભેળ ચોકો કોકો રોલ્સ જ જલેબી અને પાપડી ગાંઠીયા ટ ટમેટો સૂપ ઢ ઢોકળા - ગુજરાતની સ્પેશિયાલિટિ ઢોસા ત ત્રણ પડવાળી ઘારી દ દહીંવડા દાબેલી દાલ બાટી દાલમખની દાળવડા દૂધીના કોફતા વીથ કાજૂ કરી ન નાયલોન ખમણ ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી... પ પંજાબી છોલે પનીર વેજ મસાલા પાલક મગદાળના પરાઠા પૌંઆનો ચેવડો ફ ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ ફાડા લાપસી બ બફવડા બૅક્ડ સ્પેગેટિ વીથ પાઈનેપલ ભ ભરેલા મસાલા ભીંડા ભરેલા રવૈયા બટાકા મ મકાઈની ખાંડવી મગની દાળ -સાબુદાણાની ઉપમા મગની દાળના ચીલા મજેદાર પાતરા મસાલા કોર્ન મસાલા મગ મિક્સ દાળ હાંડવો મોહનથાળ ર રતલ

Neem Tree - લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો

Neem Tree -   લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો Neem Tree ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં ૫ નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ ૫ ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. ( ૧ ) લીમડા અથવા કડવો લીમડો ( ૨ ) બકમ લીમડો અને ( ૩ ) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો   ૧૦૦   થી   ૧૨૫   જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું ,   વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છે. ચૈત્ર માસમાં લીમડાના સેવન

અંબોઈ - પિચોટી ખસી જ્યાં તો ...

અમ્બોઈ ખસી ગઈ પિચોટી-અંબોઈ પિચોટી ખસી જતી નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે. પેચોટી ને દ.ગુજરાત માં અમ્બોઈ કહે છે. દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,  તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી ,  એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી ,  થોડોક અદ્ધર એક બે મિનીટ માટે ,  ઝાલી રખાતો.   આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી ,  એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો ;  અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળાઈને ઊપર આવતો હોય તેવું લાગતું.

Read Gujarati PDF

Download Gujarati PDF File Click On Image to Download OR save as ... For More Gujrati Health Book Click Hear (Source :- http://jivanshaili.in)

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત , Powerful ways to Kill Mosquitoes

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત.   Powerful ways to Kill Mosquitoes વરસાદ નો મોસમ સારો તો ખૂબ લાગે છે પણ આ મોસમ માં મચ્છર ખૂબ પરેશાન કરે છે અને એમના દ્વારા બીમારીઓ પણ ફેલાય છે.આવી રીત ની સમસ્યાઓ થી બચવા માટે આપણે ઘણી રીત ના કેમિકલ યુક્ત કોઈલ અને લિકવિડ કે ન જાણે કેનો કેનો ઉપયોગ કરીએ છીએ જેથી એના થી બચી શકાય. આ બધી વસ્તુ ઓ આપણ ને મચ્છરો થી થોડા સમય માટે રાહત આપે છે પણ એમાં એટલા ખાતરનાખ કેમિકલ હોય છે જે કોઈ ને પણ આરામ થી એલર્જી જેવી બીજી ઘણી પરેશાનીઓ માં નાખી શકે છે. એવું જરૂરી નથી કે મચ્છરો અને માખીઓ ને દૂર કરવા માટે તમે કોઈ કોઈલ કે સ્પ્રે નો જ ઉપયોગ કરી શકો. તમે એના માટે કોઈ ઘરેલુ ઉપાયો નો પ્રયોગ કરી ને પણ રાહત મેળવી શકો છો. 1. નીમ અને લવેન્ડર નું તેલ નીમ માં એન્ટીબેક્ટેરિયલ ના ગુણ હોય છે. ઘણી શોધ માં એ સામે આવ્યું છે કે નીમ / લીમડા ના તેલ માં મચ્છરો ભગાડવા વાળા કેમિકલ વાળા સ્પ્રે અને કોઈલ ના ઉપયોગ થી 10 ગુણા વધુ અસરકારક છે. આ સાવસ્થ્ય ઉપર કોઈ પણ રીતે નુક્શાનદાયક પણ નથી. નીમ અને લવેન્ડર ના તેલ બંને ને બરાબર માત્રા માં ભેળવી ને તમારી સ્કિન ઉ

Gujarati Songs Lyrics

Gujarati Songs Lyrics, Gujarati Lagna Geet, Garba, English Translation " Gujarati Songs Lyrics" "Navratri  Gujarati Garba Lyrics"   "Gujarati Garba Lyrics"  "Gujarati Garba Songs Lyrics" Jay Adhya Shakti Navratri Aarti Lyrics  He Mari Mahisagar Lyrics હે મારી મહિસાગરને આરે Vishvambhari Akhil Stuti Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo Lyrics Madi Taru Kanku Kharya Lyrics Hu Tau Gayi Ti Mele Lyrics Maniyaro Te Halu Halu Lyrics Ma Pava Te Gadhthi Utarya Mahakali Re Lyrics Unchi Talavadi Ni Kor Lyrics Nagar Nandji Na Lal Lyrics Tara Vina Shyam Mane Lyrics Amba Abhay Pad Dayani Re Lyrics   અંબા અભય પદ દાયિની રે Aasmani Rangni Chunddi Re Lyrics આસમાની રંગની ચૂંદડી રે Adhya Shakti Tujne Namu Lyrics આદ્ય શક્તિ તુજને નમુ Chapti Bhari Chokha Lyrics ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો Chararr Chararr Maru Chakdol Lyrics ચરર ચરર મારું ચકડોળ Chelaji Re Lyrics છેલાજી રે Darshan Aapo Ne Maat Lyrics દર્શન આપોને માત Dudhe Te Bhari Lyrics દુધે તે ભરી

તાવ આવે તો શું કરવાનું ?

જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે. તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયા તાવ મટે છે. તુલસીનો રસ - 10 ગ્રામ, આદુનો રસ - 5 ગ્રામ, મેળવીને પીવાથી મલેરિયા તાવ મટે છે. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે. અને પરસેવો વળી તાવ ઉતરે છે. મલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી, થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે. એલચી નંગ - 3, તથા મરી નંગ - 4 રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. તુલસીનો રસ - 10 ગ્રામ, મરીનુ ચૂર્ણ - 5 ગ્રામ લઇ તેનું મિશ્રણ કરી અર્ધી ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે. વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથ