Skip to main content

Posts

Showing posts from December, 2015

પથરી

ચુપચાપ બને છે શરીરમાં પથ્થર,( પથરી ) આ સારવારથી સ્ટોન કરો ચકનાચૂર............. અસંયમિત ખાન-પાન અને દિનચર્યાને લીધે કે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દર્દ સહન કરવો પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ તેમ છતાં આ બીમારી મહિલાઓની સરખામણી કરતા પુરુષોમાં વધુ જોવા મળતી હોય છે. પેટદર્દ કે મૂત્રમાં અડચણને લોકો સામાન્ય રીતે વધુ ગંભીરતાથી નથી લેતા. પરંતુ ઘણીવાર વારંવાર થતું પેટદર્દ કોઈ મોટી બીમારી તરફ સંકેત આપે છે. પથરી એક એવી બીમારી છે જેથી આજે અમે તમને પથરી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું જેમ કે પથરી ક્યારે થાય છે, કેમ થાય છે, તેની યોગ્ય સારવાર શું છે, પથરી ફરી ન થાય તે માટે શું કરવું વગેરે તમારા સવાલોના જવાબ આજે અમે તમને આપીશું. આગળ વાંચો પથરીથી બચવા માટે શું કરવું તથા કઈ રીતે દેશી ઉપાય અપનાવવો..... પથરી શેની બનેલી હોય છે? કીડનીની પથરી અનેક જાતના જુદાં જુદાં રસાયણિક સંયોજનોથી બનેલી હોય છે. મોટા ભાગની (65 %) પથરીઓ કેલ્શિયમ ઓક્ષેલેટ નામનાં રસાયણથી બને છે. 15