Skip to main content

Posts

Dalwada Gujarati recipe | Dalwada Gujarati recipe | દાળવડા

આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે દાળવડા શિયાળો હોય કે ચોમાસુ , ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે. સારા મૂડમાં રોડ સાઈડ નાસ્તો કરવાનું મન થાય તો ગુજરાતીઓના મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. ઘરે પણ આદુવાળી ચા કે લીલી ચટણી સાથે દાળવડા ખાવાની મજા પડી જાય. ઘરે પણ તમે સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવા માંગતા હોવ તો આ રહી રેસિપી. ü   3 વ્યક્તિ માટે દાળવડા બનાવવા માટે તમારે અંદાજે નીચે મુજબની સામગ્રી જોઈશે ü   1 કપ મગની દાળ (તમે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ પણ લઈ શકો) . ü   1 કે 2 લીલા મરચા . ü   અડધા ઈંચ જેટલુ આદુ ઝીણુ સમારેલુ . ü   ચપટી હીંગ . ü   1 મોટી ચમચી મરી . ü   1 મોટી ચમચી ધાણા . ü   જરૂર પ્રમાણે પાણી . ü   સ્વાદાનુસાર નમક . ü   તળવા માટે તેલ . કેટલો સમય પલાળવી દાળ ? મગની દાળના વડા બનાવવા હોય તો ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક દાળ પલાળવી. પણ અડદની દાળને વધુ સમય લાગે છે. આથી અડદની દાળ હોય તો પાંચથી છ કલાક કે આખી રાત દાળ પલાળી રાખવી. ખીરુ બનાવવાની રી...

Neem Tree - લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો

Neem Tree -   લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો Neem Tree ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં ૫ નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ ૫ ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. ( ૧ ) લીમડા અથવા કડવો લીમડો ( ૨ ) બકમ લીમડો અને ( ૩ ) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો   ૧૦૦   થી   ૧૨૫   જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું ,   વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છ...

માત્ર 5 મિનિટમાં પેટ સાફ અને શરીરની ગંદકી બહાર કરવાના ઘરેલુ ઉપાયો.Household remedies for stomach cleansing and body dirt in just 5 minutes .

માત્ર 5 મિનિટમાં પેટ સાફ અને શરીરની ગંદકી બહાર કરવાના ઘરેલુ ઉપાયો…. Household remedies for stomach cleansing and body dirt in just 5 minutes ... દોસ્તો જેવું કે તમે જાણો છો કે આજ-કાલના લોકો ઘરના ખાવાની જગ્યાએ બહારનું જમવાના ખુબ વધુ શોખીન હોય છે. એવામાં તેઓને ઘણી પેટ સંબન્ધિ પરેશાનીઓથી પસાર થવું પડતુ હોય છે. જેમ કે એસીડીટી , પેટમાં જલન , દર્દ વગેરે. હવે તમે એ તો સમજી ગયા હશો કે પેટ સંબન્ધી મોટાભાગના રોગ ખરાબ ખાનપાનને લીધે આપણા પેટનું સ્વાસ્થ્ય બગાડી નાખતા હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વધુ તળેલા કે મસાલા વાળા ખોરાક ખાવાથી આપણા પેટમાં ગેસ , એસીડીટી અને કબ્જ જેવી સમસ્યાઓ થવા લાગતી હોય છે. જેનાથી પરેશાન થઈને તમે ઘણા પ્રકારની દવાઓ ખાતા હોવ છો અથવા ઘણા ઉપાયો પણ કરતા હોવ છો.   છતાં પણ તમને ઘણીવાર તેનાથી પણ આરામ નથી મળી શકતો. એવામાં આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આવા ઘરેલુ ઉપાયો વિશે જેનાથી માત્ર 5 મિનિટમાં જ તમારા પેટ સંબન્ધિ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. 1. રોજના સવારના સમયે અળધા લીંબુ અને એક ચમચી હળદરને નવશેકા પાણીમાં મિલાવીને તેનું સેવન કરો. ધ્યાન ર...

અઠવાડિયામાં વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો, તો અપનાવો આ ,If you are thinking about losing weight in the week, then adopt this

અઠવાડિયામાં વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો , તો અપનાવો આ... If you are thinking about losing weight in the week, then adopt this... ઘણીં વાર એવું થતું હોય છે કે આપણે વજન ઓછું કરવા વિશે વિચારી લેતા હોઈએ છીએ પણ આપણી પાસે એટ્લો સમય નથી હોતો. એવામાં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ઓછા સમયમાં એવું તે શું કરીયે કે જેનાથી વજન પણ ઓછું થઇ જાય અને સાથે જ આપણી ફિટનેસ પણ બરકરાર રહે. સૌથી જરૂરી વાત તેના માટે અમુક ખાસ ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારે પણ તમારું વજન જલ્દી જ ઉતારવું છે અને તમારી પાસે સમયની કમી છે તો સૌથી પહેલા તમારે તમારી લાઈફ સ્ટાઇલ માં બદલાવ કરવાની સાથે પોતાના ડાયેટમાં પણ આ ચીજોને પણ શામિલ કરી લો. 1. સૌથી પહેલા સમયસર ભોજન લો: તમે આ વાત તમારા મગજ માંથી બિલકુલ કાઢી નાખો કે ખોરાક ન લેવાથી વજન ઓંછું થઇ જાય છે પણ એવું પણ બની શકે છે કે તેનાથી પહેલા કરતા પણ વધુ વજન વધી જાય. માટે સમયસર ભોજન લેવું ફાયદામાં રહેશે. 2. જલ્દી ન કરો: એવું ઘણીવાર બનતું હોય છે કે તમે 2 દિવસ એક્સરસાઈઝ કરો અને વિચારવા લાગશો કે તમારું વજન ઓછું કેમ નથી થઇ શકતું. જો તમે એવું વિચારી રહ...

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત , Powerful ways to Kill Mosquitoes

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત.   Powerful ways to Kill Mosquitoes વરસાદ નો મોસમ સારો તો ખૂબ લાગે છે પણ આ મોસમ માં મચ્છર ખૂબ પરેશાન કરે છે અને એમના દ્વારા બીમારીઓ પણ ફેલાય છે.આવી રીત ની સમસ્યાઓ થી બચવા માટે આપણે ઘણી રીત ના કેમિકલ યુક્ત કોઈલ અને લિકવિડ કે ન જાણે કેનો કેનો ઉપયોગ કરીએ છીએ જેથી એના થી બચી શકાય. આ બધી વસ્તુ ઓ આપણ ને મચ્છરો થી થોડા સમય માટે રાહત આપે છે પણ એમાં એટલા ખાતરનાખ કેમિકલ હોય છે જે કોઈ ને પણ આરામ થી એલર્જી જેવી બીજી ઘણી પરેશાનીઓ માં નાખી શકે છે. એવું જરૂરી નથી કે મચ્છરો અને માખીઓ ને દૂર કરવા માટે તમે કોઈ કોઈલ કે સ્પ્રે નો જ ઉપયોગ કરી શકો. તમે એના માટે કોઈ ઘરેલુ ઉપાયો નો પ્રયોગ કરી ને પણ રાહત મેળવી શકો છો. 1. નીમ અને લવેન્ડર નું તેલ નીમ માં એન્ટીબેક્ટેરિયલ ના ગુણ હોય છે. ઘણી શોધ માં એ સામે આવ્યું છે કે નીમ / લીમડા ના તેલ માં મચ્છરો ભગાડવા વાળા કેમિકલ વાળા સ્પ્રે અને કોઈલ ના ઉપયોગ થી 10 ગુણા વધુ અસરકારક છે. આ સાવસ્થ્ય ઉપર કોઈ પણ રીતે નુક્શાનદાયક પણ નથી. નીમ અને લવેન્ડર ના તેલ બંને ને બરાબર માત્રા માં ભેળવી ને તમારી સ્ક...

જો સફર દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો, અપનાવો આ અસરદાર ઉપાય… (How to Avoid Vomiting during Travel)

જો સફર દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો , અપનાવો આ   અસરદાર ઉપાય… ( How to Avoid Vomiting during Travel ) યાત્રા કરવી હર કોઈને પસંદ હોય છે પણ ઘણા લોકોને આ સમય દરમિયાન ઉલ્ટી થવાની ફરિયાદ રહેતી હોય છે. એવામાં મોટાભાગે તેઓના સફરની બધી મજા ખરાબ થઇ જાતી હોય છે. સાથે જે લોકો આવા લોકોની સાથે સફર કરતા હોય છે તેઓને પણ પરેશાનીઓ થતી હોય છે. જો તમને પણ યાત્રા દૌરાન આવી જ સમસ્યા થઇ રહી છે તો આજે આ ટીપ્સ અમે તમારા માટે જ લાવ્યા છીએ. આ ઉપાયોને લીધે તમે ઉલટીની સમસ્યાથી બચી શકશો અને સફરની ભરપુર મજા ઉઠાવી શકશો. 1. સફરના સમયે ફ્રુટનું સેવન કરવું ફાયદામાં રહે છે અને ખાસ કરીને સંતરાનું સેવન યાત્રા માટે ખુબ જ સારું માનવામાં આવે છે કેમ કે તેનાથી ઘણા હદ સુધી ઉલ્ટીની સમસ્યા ઓછી થઇ જાય છે. 2. સફર પર ઉલટીની સમસ્યાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે કંઈપણ વધુ તૈલી કે મસાલેદાર ખોરાક ગ્રહણ ન કરો નહિ તો એસીડીટીની સમસ્યા આવી શેક છે , જેને લીધે ચક્કર અને ઉલ્ટી જેવી દીક્કતો આવી શકે છે. માટે યાત્રા પણ જવાના સમયે કઈક હલ્કો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. 3. આવા સમયે ઉલ્ટીથી...

અંબોઈ - પિચોટી ખસી જ્યાં તો ...

અમ્બોઈ ખસી ગઈ પિચોટી-અંબોઈ પિચોટી ખસી જતી નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે. પેચોટી ને દ.ગુજરાત માં અમ્બોઈ કહે છે. દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,  તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી ,  એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી ,  થોડોક અદ્ધર એક બે મિનીટ માટે ,  ઝાલી રખાતો.   આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી ,  એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો ;  અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળા...

શ્રી સત્યનારાયણ કથા | Styanarayn ni katha

સજ્જનો!  એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પુછ્યું કે હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વ જન્મનાં કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં જોયાં. “એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં આ દુ:ખો દૂર થઈ શકે” એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોનાં દુઃખો દૂર કરનાર તે દેવોન...