જો આપ ઈન્ટરનેટ પર જાહેરખબરોથી કંટાળ્યા હોવ અથવા તો ઈન્ટરનેટ માટે થતા ખર્ચમાં ઘટાડો કે કરકસર કરવા માંગતા હો તો ABP (Ad Block Plus) ઉપયોગી છે. તેનાથી સમયની પણ બચત થાય છે.
તે માટે,
અહીં — https://adblockplus.org ક્લિક કરો.
પછી નીચે બતાવ્યા પ્રમાણે Install for Chrome પર ક્લિક કરો (અહીં Chrome નું ઉદાહરણ બતાવ્યું છે પણ તમે જે બ્રાઉઝર વાપરતા હશો તેનું નામ હશે)
ત્યારબાદ Add પર ક્લિક કરો
નીચે બતાવ્યા પ્રમાણે installation થશે ત્યાં તમારે કંઈ કરવાનું નથી
Add થઇ જશે એટલે નીચે પ્રમાણે મેસેજ દેખાશે
બસ હવે તમને જાહેરાતોથી છુટકારો મળી જશે. પણ જો તમે કોઈ ખાસ વેબસાઈટ પર જાહેરાત જોવા માંગતા હોવ તો નીચે બતાવ્યા પ્રમાણે 1. ABP ના icon પર ક્લિક કરો પછી 2. Enabled for this site આગળના ચોરસ ખાનામાં ક્લિક કરી ટીક કાઢી નાખો.
Android મોબાઈલ માં પણ install કરી શકાય છે.
Comments
Post a Comment