Skip to main content

Hanuman Chalisa શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ


જય  હનુમાન
Hanumaan Ji


 શ્રી હનુમાન ચાલીસા - તુલસીદાસ


॥ दोहा 
॥ દોહા 
श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
ભાવાર્થ - શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.
बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
ભાવાર્થ - હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
॥ चौपाई 
॥ ચૌપાઈ 
जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥
ભાવાર્થ - હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥
રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥
ભાવાર્થ - હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.
महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥
મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
ભાવાર્થ - હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.
कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥
કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥
ભાવાર્થ - આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.
हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
ભાવાર્થ - આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.
शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥
શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥
ભાવાર્થ - હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.
विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥
ભાવાર્થ - આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.
प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥
ભાવાર્થ - આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.
सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભાવાર્થ - આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.
भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥
ભાવાર્થ - આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.
लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥
લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
ભાવાર્થ - આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.
रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
ભાવાર્થ - હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.
सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥
સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં ॥
ભાવાર્થ - “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.
सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥
ભાવાર્થ - શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.
जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
ભાવાર્થ - યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.
तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥
ભાવાર્થ - આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.
तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
ભાવાર્થ - આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.
जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥
ભાવાર્થ - જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.
प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥
પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥
ભાવાર્થ - આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.
दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
ભાવાર્થ - સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.
राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
ભાવાર્થ - આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.
सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥
સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥
ભાવાર્થ - આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.
आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥
આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥
ભાવાર્થ - આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.
भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥
ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥
ભાવાર્થ - હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.
नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥
ભાવાર્થ - હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.
संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥
સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥
ભાવાર્થ - જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.
सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥
સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥
ભાવાર્થ - રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.
और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥
ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥
ભાવાર્થ - આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.
चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥
ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥
ભાવાર્થ - આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.
साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥
ભાવાર્થ - હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.
अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥
સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥
ભાવાર્થ - હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.
આઠ સિદ્ધિઓ -- અણિમા - સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા - યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા - સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા - સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ - મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય - ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ - બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ - અન્ય કોઈને વશમાં કરી શકાય છે.
નવ નિધિઓ -- પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ - આ નવ નિધિઓ કહેવામાં આવી છે.
राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥
રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥
ભાવાર્થ - આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.
तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥
તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥
ભાવાર્થ - આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.
अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥
સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥
ભાવાર્થ - આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.
और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥
ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥
ભાવાર્થ - હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.
संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥
સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥
ભાવાર્થ - હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.
जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥
જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥
ભાવાર્થ - હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.
जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥
જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥
ભાવાર્થ - જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.
जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥
જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
ભાવાર્થ - ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.
तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥
તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥
ભાવાર્થ - હે મારા નાથ હનુમાનજી ! 'તુલસીદાસ' સદા "શ્રીરામ" ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.
पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥
પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥
ભાવાર્થ -­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.


॥ इति ॥
॥ ઇતિ ॥

Comments

Popular Posts

Calendar 2014 Gujarati (ગુજરાતી કેલેન્ડર-૨૦૧૪ )

Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪  (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As"  May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014       

Jan Gan Man | જન ગણ મન અધિનાયક જય હે

H A P P Y I N D E P E N D E N C E D A Y જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી , 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું જન ગણ મન અધિનાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા  પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્‍કલ બંગ , વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા ઉચ્‍છલ જલધિ તરંગ , તવ શુભ નામે જાગે , તવ શુભ આશીષ માંગે , ગાહે તવ જયગાથા જન ગણ મંગલદાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા , જય હે... જય હે... જય હે... જય જય જય જય હે! અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.

શ્રી સત્યનારાયણ કથા | Styanarayn ni katha

સજ્જનો!  એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પુછ્યું કે હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વ જન્મનાં કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં જોયાં. “એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં આ દુ:ખો દૂર થઈ શકે” એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોનાં દુઃખો દૂર કરનાર તે દેવોન...

Dalwada Gujarati recipe | Dalwada Gujarati recipe | દાળવડા

આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે દાળવડા શિયાળો હોય કે ચોમાસુ , ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે. સારા મૂડમાં રોડ સાઈડ નાસ્તો કરવાનું મન થાય તો ગુજરાતીઓના મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. ઘરે પણ આદુવાળી ચા કે લીલી ચટણી સાથે દાળવડા ખાવાની મજા પડી જાય. ઘરે પણ તમે સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવા માંગતા હોવ તો આ રહી રેસિપી. ü   3 વ્યક્તિ માટે દાળવડા બનાવવા માટે તમારે અંદાજે નીચે મુજબની સામગ્રી જોઈશે ü   1 કપ મગની દાળ (તમે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ પણ લઈ શકો) . ü   1 કે 2 લીલા મરચા . ü   અડધા ઈંચ જેટલુ આદુ ઝીણુ સમારેલુ . ü   ચપટી હીંગ . ü   1 મોટી ચમચી મરી . ü   1 મોટી ચમચી ધાણા . ü   જરૂર પ્રમાણે પાણી . ü   સ્વાદાનુસાર નમક . ü   તળવા માટે તેલ . કેટલો સમય પલાળવી દાળ ? મગની દાળના વડા બનાવવા હોય તો ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક દાળ પલાળવી. પણ અડદની દાળને વધુ સમય લાગે છે. આથી અડદની દાળ હોય તો પાંચથી છ કલાક કે આખી રાત દાળ પલાળી રાખવી. ખીરુ બનાવવાની રી...

Neem Tree - લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો

Neem Tree -   લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો Neem Tree ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં ૫ નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ ૫ ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. ( ૧ ) લીમડા અથવા કડવો લીમડો ( ૨ ) બકમ લીમડો અને ( ૩ ) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો   ૧૦૦   થી   ૧૨૫   જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું ,   વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છ...

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…     અનુક્રમણિકા અ અડદિયા આ આદુપાક આલૂ સેવ ઈ ઈદડા ઈન્સ્ટન્ટ રબડી ઉ ઉપમા એ એગલેસ ચોકલેટ સ્પન્જ કેક ઓ ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્ ક કચોરી કાજુ કતરી કાશ્મીરી પુલાવ કેબૅજ પનીર કોન કોફતા કરી કોબી પાલકના મુઠીયા ખ ખાંડવી (પાટવડી) ગ ગાજરનો હલવો ગ્રીન ફ્રુટ મઠો ઘ ઘૂઘરા ચ ચકરી ચટણી - સેવ - દહીંપુરી ચટપટા પરાઠા ચટપટી ભેળ ચોકો કોકો રોલ્સ જ જલેબી અને પાપડી ગાંઠીયા ટ ટમેટો સૂપ ઢ ઢોકળા - ગુજરાતની સ્પેશિયાલિટિ ઢોસા ત ત્રણ પડવાળી ઘારી દ દહીંવડા દાબેલી દાલ બાટી દાલમખની દાળવડા દૂધીના કોફતા વીથ કાજૂ કરી ન નાયલોન ખમણ ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી... પ પંજાબી છોલે પનીર વેજ મસાલા પાલક મગદાળના પરાઠા પૌંઆનો ચેવડો ફ ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ ફાડા લાપસી બ બફવડા બૅક્ડ સ્પેગેટિ વીથ પાઈનેપલ ભ ભરેલા મસાલા ભીંડા ભરેલા રવૈયા બટાકા મ મકાઈની ખાંડવી મગની દાળ -સાબુદાણાની ઉપમા મગની દાળના ચીલા મજેદાર પાતરા મસાલા કોર્ન મસાલા મગ મિક્સ દાળ હાંડવો મોહનથાળ ...

અંબોઈ - પિચોટી ખસી જ્યાં તો ...

અમ્બોઈ ખસી ગઈ પિચોટી-અંબોઈ પિચોટી ખસી જતી નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે. પેચોટી ને દ.ગુજરાત માં અમ્બોઈ કહે છે. દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,  તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી ,  એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી ,  થોડોક અદ્ધર એક બે મિનીટ માટે ,  ઝાલી રખાતો.   આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી ,  એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો ;  અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળા...

શ્રીખંડ રેસીપી | Shrikhand recipe

શ્રીખંડ રેસીપી |  શ્રીખંડ બનાવવા ની રીત | શ્રીખંડ બનાવવા ની રેસીપી | SHRIKHAND BANAVANI RIT   આજે આપણે શ્રીખંડ બનાવવાની રીત શીખીશું. જ્યારે ઉનાળો આવે છે , ત્યારે આપણને ઠંડા વાનગીઓ , જ્યુસ , શરબત અથવા ઠંડા પીણા ખાવાનું ખૂબ ગમે છે , ઠંડા મીઠાઈઓમાંની એક છે શ્રીખંડ , જે ઉનાળામાં દરેક લગ્ન અથવા પ્રસંગમાં જોવા મળે છે , તો ચાલો આજે બનાવીએ શ્રીખંડની રેસીપી , એક ખૂબ જ સ્વાદિષ્ટ. અને શ્રીખંડના ઘરની સ્વાદિષ્ટ ઠંડી વાનગી - શ્રીખંડ આવો જાણીએ કેવી રીતે બનાવવી રેસીપી   સાધનસામગ્રી ·          1 તપેલી શ્રીખંડ બનાવવા જરૂરી સામગ્રી | shrikhand recipe ingredients ·          3  કપ   દહીં ·          ¾  કપ   પીસેલી ખાંડ ·            2-3  ચમચી   કાજુની કતરણ,  પિસ્તાની કતરણ,  બદામની કતરણ ·           ¼  ચમચી   એલચી પાઉડર ·          ...

Gujarati Calendar 2023 PDF Download | ગુજરાતી પંચાંગ કૅલેન્ડર 2023

Gujarati Calendar 2023 PDF Download | ગુજરાતી પંચાંગ કૅલેન્ડર 2023 Gujarati Calendar 2023  ( ગુજરાતી કેલેન્ડર 2023 ) is the most famous and best Gujarati panchang (ગુજરાતી પંચાંગ 2023) for Gujarati speaking communities. With the help of this calendar, you can check Gujarati holidays, auspicious moments, wedding dates, naming dates, vehicle purchase dates and all shubh muhurat related to you work. There are also have details of months, week, days, karan, yog, tithi, nakshatra, amavasya, rahu kaal, kundli and more. In Hinduism, there are fasts and festivals are coming in every month. As the year changes, the curiosity of the people to know about the fast coming in the new year increases. With the new year, a new calendar also takes its place on the walls of the house. So does the curiosity of people of all faiths. In Gujarati Almanac 2023, you will find Gujarati tithi, public and banking holidays, vrat Katha, vinchundo, panchak, Lagna Gun Milan with choghadiya table. If you are also ...

ખીલના ઘરેલું ઉપચાર

તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કળા ડાઘ માટે છે. રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું, સવારના સાબુથી મો ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે. નાળીયેરનું દૂધ કાળીજીરી સાથે મેળવી - લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. જાંબુના થાલીયાનો રસ પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. નારંગીની છાલ મો પર ઘસવાથી ખીલ મટે છે. પાકા તમેતાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે. ગરમ પાણીની તપેલી માં રૂમાલનો ટુકડો ભીંજવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મુકવાથી ખીલ મટે છે. મૂળના પાનનો રસ મો પર ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે. દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ પર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ મટે જડમૂળ થી માટી જશે. ખુબ પાકી ગયેલા પપૈયા...