Skip to main content

Posts

Showing posts from May, 2013

ઈન્ટરનેટ પર જાહેરખબરોથી છુટકારો મેળવો

જો આપ ઈન્ટરનેટ પર જાહેરખબરોથી કંટાળ્યા હોવ અથવા તો ઈન્ટરનેટ માટે થતા ખર્ચમાં ઘટાડો કે કરકસર કરવા માંગતા હો તો ABP (Ad Block Plus) ઉપયોગી છે. તેનાથી સમયની પણ બચત થાય છે. તે માટે, અહીં — https://adblockplus.org  ક્લિક કરો. પછી નીચે બતાવ્યા પ્રમાણે Install for Chrome પર ક્લિક કરો (અહીં Chrome નું ઉદાહરણ બતાવ્યું છે પણ તમે જે બ્રાઉઝર વાપરતા હશો તેનું નામ હશે) ત્યારબાદ Add પર ક્લિક કરો નીચે બતાવ્યા પ્રમાણે installation થશે ત્યાં તમારે કંઈ કરવાનું નથી Add થઇ જશે એટલે નીચે પ્રમાણે મેસેજ દેખાશે બસ હવે તમને જાહેરાતોથી છુટકારો મળી જશે. પણ જો તમે કોઈ ખાસ વેબસાઈટ પર જાહેરાત જોવા માંગતા હોવ તો નીચે બતાવ્યા પ્રમાણે 1. ABP ના icon પર ક્લિક કરો પછી 2. Enabled for this site આગળના ચોરસ ખાનામાં ક્લિક કરી ટીક કાઢી નાખો. Android મોબાઈલ માં પણ install કરી શકાય છે.